Loading

Slzii.com Search

Search (News)

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:મધરાતે કલોરણા ગામ એકઠું થયું અને નિર્ણય કર્યો કે, ગામમાં કોઈએ પણ દારૂ વેચવો નહી કે પીવો નહીં
બાબરા પંથકમાં દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. વ્યસનના ખપ્પરમાં યુવાનો ટપોટપ હોમાઈ રહ્યા છે. કલોરાણા ગામમાં દારૂના વ્યસનના કારણે ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ગઈ મધરાતે ગામ આખુ ચોકમાં એકઠું થયું હતું અને હવે ગામમાં કોઈએ દારૂ વેચવો નહી અને પીવો નહી તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. પોલીસની નિષક્રીયા સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. બાબરા તાલુકાના કલોરણા ગામના લોકો ગઈરાત્રે બાપા સીતારામના ઓટા પાસે સ્વયંભૂ એકઠા થયા હતા. અહીંના યુવાનો મોટી સંખ્યામાં દારૂના વ્યસનમાં સપડાયા છે અને પોલીસની મહેરબાનીથી ખુલ્લે આમ દારૂના હાટડા ચાલી રહ્યા છે. નશાખોર યુવાનો લતથી મજબુર બની ઘરમાં મહિલાઓ સાથે ઝગડા કરે છે. નશાખોરીના રવાડે ચડ્યા બાદ યુવાનો કામ કરી શકતા નથી અને પરિવારનું ગુજરાન મહિલાઓને ચલાવવું પડે છે. છેલ્લા 25 દિવસમાં ગામના ત્રણ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ગામની મહિલાઓ વિધવા બની રહી હોય અને માસુમ બાળકો પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા હોય ગામ લોકોએ મધરાતે એક બની નિર્ણય કર્યો હતો કે હવેથી ગામમાં કોઈએ દારૂ પીવો નહી અને દારૂ વેચવો નહી. ઉપરાંત બહાર ગામથી દારૂ વેચવા આવે તો તેને પણ પકડી લેવા નિર્ણય કરાયો હતો. વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોય આખરે ગામ લોકોએ જ આ દુષણને ડામવા આગળ આવવાનો નિર્ણય કર્યો છે. આ સ્થિતિ માત્ર કલોરાણા એક ગામની નથી. બાબરા તાલુકાના દરેક ગામ અને બાબરા શહેરમાં પણ આજ સ્થિતિ જોવા મળે છે. ગામમાં દારૂ બંધ થવો જોઈએ : ચંપાબેન કલોરાણાના ચંપાબેન જણાવે છે કે જે ત્રણ યુવાનો મર્યા છે. તે ત્રણેયને નાના બાળકો છે. દારૂના કારણે અનેક લોકોના ઘરમાં કંકાસ થાય છે. દારૂ બંધ થવો જોઈએ. ત્રણ વખત રજૂઆત છતાં કોઈ પગલાં નહી: રાજુભાઈ કલોરણાના રાજુભાઈ ડાભી કહે છે કે અમરેલી અને બાબરા સુધી ત્રણ વખત રજૂઆત કરી છતાં કોઈ પગલાં નથી લેવાયા. હવે રજૂઆત કરવા ગાંધીનગર જઈશું. જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે પાંચ દિવસ ધંધો બંધ રહે છે અને ફરી શરૂ થઈ જાય છે. નોટબંધી કરી દે છે પણ દારૂ કેમ બંધ કરતા નથી ? : કનુબેન કલોરણાના મહિલા કનુબેને કહ્યું હતું કે અમારી સરકારને બે હાથ જોડીને વિનંતી છે કે ગામમાં દારૂ બંધ કરાવે. નોટબંધી ઝડપથી કરી દેશે તો દારૂબંધી કેમ કરતા નથી. અહીં પીવાવાળા અને વેચવાવાળા લોકોને હેરાન કરે છે. આખું એકઠું થયું છે: રાજપરા‎‎ગામના અમૃત રાજપરા જણાવે છે કે‎‎ગામમાં હવે કોઈ યુવાનનું મોત ન થાય ‎‎અને ફરીવાર આવું ન બને તે માટે ગામ‎‎ એકઠું થયું છે. દારૂનું વેચાણ બંધ થવું જ ‎‎જોઈએ.‎
2026-02-27 22:30:00

What are you doing?

0.041859865188599


News
News

Latest News and Headlines
બાબરા પંથકમાં દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. વ્યસનના ખપ્પરમાં યુવાનો ટપોટપ હોમાઈ રહ્યા છે. કલોરાણા ગામમાં દારૂના વ્યસનના કારણે ત્રણ ય...
News